વાંકાનેર શહેરના રહેણાંક મકાનમાં તિજોરીમાં રાખેલ સોના ચાંદીના દાગીના અને રોકડ તેમજ મોબાઈલ સહીત કુલ રૂ ૧.૭૦ લાખની ચોરીના ગુનામાં પોલીસે એક આરોપીને ઝડપી લઈને ચોરી થયેલ મુદામાલ પૈકી રોકડ રૂ ૫૦,૦૦૦ જપ્ત કર્યા છે અન્ય આરોપીના નામો ખુલતા વધુ તપાસ ચલાવી છે
વાંકાનેરની વૃંદાવન સોસાયટીમાં રહેતા હસમુખભાઈ રતિલાલભાઈ મકવાણાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. ૧૩ મેથી તા. ૧૫ મેં દરમિયાન બંધ ઘરને નિશાન બનાવી અજાણ્યા ચોર ઇસમોએ મકાનની તિજોરીમાં રાખેલ રોકડ, સોના ચાંદીના દાગીના અને મોબાઈલ મળીને કુલ રૂ ૧,૭૦,૦૦૦ ની મત્તા ચોરી કરી ગયા હતા જે ફરિયાદ નોંધી પોલીસે તપાસ ચલાવી હતી એલસીબી ટીમ તપાસ કરતી હોય દરમિયાન મકાનમાં ચોરીને અંજામ આપનાર આરોપી હાલ રાણેકપર ગામના પાટિયા પાસે ઉભો હોવાની બાતમી મળી હતી જેથી સ્થળ પરથી પોલીસે આરોપી પંકેશ ઉર્ફે પંકલો ઉર્ફે પંખુડી વિનુભાઈ સોલંકી રહે રાજકોટ ને ઝડપી લીધો હતો અને સઘન પૂછપરછ કરતા પોતે મિત્રો સાથે મળીને ચોરી કરી હતી ચોરીમાં મળેલા સોના ચાંદીના દાગીના વેચી નાખી રોકડા રૂપિયા મળ્યા જેમાં તેના ભાગમાં રૂ ૮૦,૦૦૦ આવ્યા હતા જે પૈકી ૩૦ હજાર હોસ્પીટલના ખર્ચમાં વાપરી નાખ્યા હતા બાકીના ૫૦ હજાર રીકવર કરવામાં આવ્યા છે
આરોપી પંકેશ સોલંકીને ઝડપી લેવામાં આવ્યો છે જયારે આરોપી કમલેશ ઉર્ફે કમો દીપકભાઈ સોલંકી અને વિપુલ વલ્લભ કાવઠીયા રહે બંને રાજકોટ વાળાના નામો ખુલતા વધુ તપાસ ચલાવી છે આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અગાઉ રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન, પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશન અને યુનીવર્સીટી રોડ પોલીસ સ્ટેશન સહિતના છ ગુના નોંધાઈ ચુક્યા છે