નવાગામ નજીક આવેલ કારખાનામાં કામ કરતા ૧૯ વર્ષના યુવાને અગમ્ય કારણોસર ઓરડીમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવની નોંધ કરી પોલીસે તપાસ ચલાવી છે
મૂળ મધ્યપ્રદેશ હાલ મોરબી તાલુકાના નવાગામ (લગધીરનગર) નજીક આવેલ આજીવીટો સિરામિકમાં કામ કરતા સોનુભાઈ થાનસિંહ ભીલાલા (ઉ.વ.૧૯) નામના યુવાને પોતાની લેબર કોલોનીમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને આપઘાતના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે


