R R Gujarat

મોરબીના રાજપર નજીક ફેક્ટરીમાં ગળેફાંસો ખાઈ યુવાને આપઘાત કર્યો

મોરબીના રાજપર નજીક ફેક્ટરીમાં ગળેફાંસો ખાઈ યુવાને આપઘાત કર્યો

 

રાજપર ગામ પાસે આવેલ કંપનીમાં કામ કરતાં 32 વર્ષના યુવાને ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે

રાજપર ગામ નજીક આવેલ મિત્રા પોલીપેક કારખાનામાં રહીને કામ કરતો કરણ બંટીલાલ બારોલીયા (ઉ.વ.32) નામના યુવાન ગત તા. 02 ના રોજ કોઈ કારણોસર પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે