ગોર ખીજડીયા નજીક ફેકટરીમાં કામ કરતા ૨૫ વર્ષના યુવાને પ્રેમિકા સાથે ફોનમાં વાતચીતમાં કોઈ મનદુઃખ થતા મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે
મૂળ યુપીના વતની અને હાલ મોરબીના ગોર ખીજડીયા ગામની સીમમાં બી એસ (પોલીપેક) ઓટોપેક કારખાનામાં રહીને કામ કરતા આશિષ ધરમપાલ પાસવાન (ઉ.વ.૨૫) નામના યુવાનને માનસિક બીમારીની દવા ચાલુ છે તેમજ કોઈ છોકરી સાથે પ્રેમ કરતો હોય ફોન પર વાતચીત સમયે બંને વચ્ચે કોઈ બાબતે મનદુઃખ થતા મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે


