લખધીરપુર રોડ પર કામ ધંધો મળતો ના હોવાથી કંટાળી ગયેલા યુવાને ફેક્ટરીની લેબર કોલોનીમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે
મૂળ ઓડીશાના વતની હાલ મોરબીના લખધીરપુર રોડ પરની સોરીસો સિરામિક લેબર કોલોનીમાં રહેતા ક્લેમ્બર સમ્યા મુરમુ (ઉ.વ.૨૬) નામના યુવાને લેબર કોલોનીમાં રૂમની બારીમાં દોરી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતકને કાઈ કામધંધો મળતો ના હતો જેથી કંટાળી જઈને અંતિમ પગલું ભરી લીધું છે મોરબી તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
