મોરબીના જાંબુડિયા નજીક આવેલ સિરામિક ફેક્ટરીની ઓફીસના કાચના દરવાજાને હાથ મારતા કાચ તૂટી ગયો હતો અને યુવાનને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો સારવાર દરમિયાન શ્રમિક યુવાનનું મોત થયું છે
મોરબીના જાંબુડિયા પાસે આવેલ કોલકો ગ્રેનાઈટો સિરામિકની લેબર કોલોનીમાં રહેતા સુનકેશભાઈ ચનસિંહ ડાવર (ઉ.વ.૨૬) નામના યુવાન ગત તા. ૦૨ ના રોજ કોલકો સિરામિકની ઓફીસના કાચના દરવાજાને હાથથી મારતા દરવાજાનો કાચ તૂટી ગયો હતો અને યુવાનને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો હતો સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે


