વાધરવા નજીક નવા બનતા કારખાનામાં ડમ્પર ચાલકે રિવર્સ લેતી વખતે બે યુવાનોને ઠોકર મારી હતી જે અકસ્માતમાં એક યુવાનનું મોત થયું હતું અને એકને ઇજા પહોંચતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે
માળીયાના વાધરવા ગામ નજીક સિમપોલો ઇન્ટરનેશનલ પ્રા. લી. નામના નવા બનતા કારખાનામાં રહેતા દીવાન બેરનાર ગણાવાએ ડમ્પર જીજે 36 વી 9142 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે ડમ્પર ચાલકે ડમ્પર પુરજડપે ચલાવી રિવર્સ લેતા નવા બનતા કારખાનાની સાઈડ પાસે ફરિયાદીના ભાઈ સંજય બેરનાર ગણાવા (ઉ. વ.22) અને ભત્રીજા દિપક તોલીયા ભૂરિયાને હડફેટે લીધા હતા જેમાં ગંભીર ઇજા પહોંચતા ભાઈ સંજયભાઇનું મોત થયું હતું અને દીપકભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે માળીયા પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે