R R Gujarat

મોરબીના પંચાસર-અમરાપર રોડ પર કાર-બાઈક અથડાતા યુવાનને ઈજા

મોરબીના પંચાસર-અમરાપર રોડ પર કાર-બાઈક અથડાતા યુવાનને ઈજા


પંચાસર ગામથી અમરાપર જતા રોડ પર બાઈક લઈને જતા યુવાનને કાર ચાલકે ઠોકર મારતા પડી ગયો હતો જે અકસ્માતમાં યુવાનને પગમાં ઈજા પહોંચી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબીના અમરાપર (ના) રહેતા સાગર ધરમશીભાઈ ગરચર નામના યુવાને કાર જીજે ૩૬ એજે ૧૮૯૨ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૨ જુનના સાંજના પોણા આઠેક વાગ્યે સાગરભાઈ બાઈક જીજે ૩૬ પી ૩૨૯૩ લઈને પંચાસર ગામથી અમરાપર તરફ જતા હતા ત્યારે મેલડી માતાજી મંદિરથી થોડે દુર કાર ચાલક પુરઝડપે કાર ચલાવી બાઈકને સામેથી ઠોકર મારતા સાગર ગરચર પડી જતા ગંભીર ઈજા પહોંચાડી હતી મોરબી તાલુકા પોલીસે કાર ચાલક સામે અકસ્માતની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે