શિવગંગા સોસાયટીના રહેવાસી 26 વર્ષના યુવાનને છાતીમાં દુખાવો ઊપડતાં હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં સારવારમાં મોત થયું હતું
મોરબીના નાની વાવડી ગામે શિવ ગંગા સોસાયટીના રહેવાસી જયદીપ કિશોરભાઇ હાડા (ઉ. વ.26) નામના યુવાનને છાતીમાં દુખાવો ઊપડતાં સારવાર માટે ખસેડાયા હતા જ્યાં સારવારમાં યુવાનનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે