R R Gujarat

વાંકાનેરમાં નશાની હાલતમાં જતો યુવાન પડી જતાં ઇજા પહોંચતા મોત

વાંકાનેરમાં નશાની હાલતમાં જતો યુવાન પડી જતાં ઇજા પહોંચતા મોત

 

વાંકાનેરમાં નશાની હાલતમાં યુવાન ચાલીને જતો હતો અને પડી જતાં માથામાં ઇજા પહોંચતા મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે બનાવ અંગે તપાસ ચલાવી છે

મધ્યપ્રદેશના રહેવાસી અને હાલ ઢૂવા ગામની સીમમાં સનહાર્ટ સિરામિકમાં કામ કરતાં શિવ સંજુભાઈ માયાવી નામના યુવાન તા. 21 ના રાત્રિના સમયે પોતે દારૂ પી ગયો હતો અને નશાની હાલતમાં ચાલીને જતો હતો ત્યારે પડી જતાં માથામાં પાછળના ભાગે ઇજા પહોંચતા મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસ ટીમે બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે