લજાઈ હડમતીયા રોડ પર 34 વર્ષીય યુવાન કુંવન પાણીમાં ડૂબી જતાં મોત થયું છે ટંકારા પોલીસે બનાવની વધુ તપાસ ચલાવી છે
મોરબીના રવાપર રોડ પર રહેતા મહેશકુમાર મગનલાલ પાડલીયા (ઉ. વ.34) નામના યુવાન ગત તા. 28 ના રોજ લજાઈ-હડમતીયા રોડ પર સાર્થક પોલીક્લાસ કારખાના પાસે આવેલ કૂવાના પાણીમાં ડૂબી જતાં મોત થયું હતું ટંકારા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે