R R Gujarat

મોરબીના જોધપર નજીક ડેમના પાણીમાં ડૂબી જતા યુવાનનું મોત

મોરબીના જોધપર નજીક ડેમના પાણીમાં ડૂબી જતા યુવાનનું મોત


જોધપર નજીક ડેમના પાણીમાં ડૂબી જતા ૨૭ વર્ષના યુવાનનું મોત થયું હતું પોલીસે બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના સોરીસો સિરામિક લેબર ક્વાર્ટરમાં રહીને કામ કરતા સાહિલ મહમદ અલીભાઈ ખાન (ઉ.વ.૨૭) નામના યુવાનનું જોધપર નજીક ડેમના પાણીમાં ડૂબી જતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

મોરબી નજીક સિરામિક ફેકટરીમાં પડી જતા માથામાં ઈજા પહોંચતા મોત
તલાવીયા શનાળા ગામ નજીક આવેલ સિરામિક ફેકટરીમાં કામ કરતી વખતે ૨૬ વર્ષનો યુવાન પડી જતા માથામાં ઈજા પહોંચતા મોત થયું હતું
મોરબીના બેલા તળાવીયા શનાળા રોડ પર આવેલ આંગન સિરામિકમાં રહીને કામ કરતા હેમરાજ બાબુભાઈ બાવરી (ઉ.વ.૨૬) નામના યુવાન ફેકટરીમાં કામ કરતા હતા ત્યારે પડી જતા માથામાં ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે