ઉંચી માંડલ નજીક આવેલ ફેકટરીમાં ઇલેક્ટ્રિક રોબોટ અને ટાઈલ્સ મુકવાના ઘોડા વચ્ચે અકસ્માતે આવી જતા શ્રમિક યુવાનનું સારવારમાં મોત થયું હતું
મૂળ મધ્યપ્રદેશના વતની હાલ મોરબીના ઉંચી માંડલ ગામની સીમમાં રોક સ્લેપ સિરામિકમાં કામ કરતા દાદુલાલસિંહ બારેલાલસિંહ ગૌડ (ઉ.વ.૨૦) નામના યુવાન કારખાનામાં મજુરી કામ કરતા હતા અને રાત્રીના અગિયાર વાગ્યે ઇલેક્ટ્રિક રોબોટ અને ટાઈલ્સ મુકવાના ઘોડા વચ્ચે અકસ્માતે આવી જતા ઈજા પહોંચી હતી સારવાર માટે મોરબી બાદ રાજકોટ ખસેડાયા હતા સારવારમાં યુવાનનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે


