શહેરની રવાપર ચોકડી પાસે આવેલ ખાનગી શાળામાં લેકચર લેતા શિક્ષકને પરસેવો વળવા લાગ્યો હતો અને ઉલટી થયા બાદ બેભાન થઇ જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જોકે સારવાર મળે તે પૂર્વે જ મોત થયું હતું
મોરબી કેનાલ રોડ બાલાજી એપાર્ટમેન્ટના રહેવાસી ભાવેશભાઈ પ્રવીણભાઈ અઘારા (ઉ.વ.૫૦) નામના શિક્ષક રવાપર ચોકડીએ આવેલ નિર્મલ સ્કૂલમાં લેકચર લેતા હતા ત્યારે પરસેવો વળવા લાગ્યો હતો અને ઉલટી થવા લાગતા બેભાન થયા હતા જેથી સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા ફરજ પરના ડોકટરે જોઈ તપાસીને શિક્ષકને મૃત જાહેર કર્યા હતા મોરબી એ ડીવીઝન પોલીસે બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે


