મહિલા સહીત પાંચ આરોપીઓ વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ
મોરબીના પીપળી ગામ નજીક કારખાનામાં ભાગીદારને સંપૂર્ણ હિસાબ સોપ્યો હતો અને હિસાબમાં ગોટાળા જણાતા ફરિયાદી અને તેના પત્ની ભાગીદારીમાંથી છુટા થવાનું કહેતા પાંચ ઇસમોએ ભાગીદાર છુટા કર્યાનો હિસાબ દર્શાવી પેઢીના નામે રૂપિયા મેળવી વોચમેનને જાનથી મારી નાખવાની ધમકી આપી ફેકટરીમાં રહેલ રૂ ૪૦ લાખનો માલસામાન અને મશીનરી લઇ જઈને ૮૧ લાખથી વધુની ઠગાઈ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે
રાજકોટના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર રહેતા હેમેન્દ્રભાઈ હરિલાલભાઈ શીલુ (ઉ.વ.૪૨) વાળાએ આરોપી હિતેશ નથુભાઈ કૈલા, સુમિતાબેન હિતેશભાઈ કૈલા, રવિભાઈ કાંતિલાલ ડઢાણીયા રહે ત્રણેય ઉમા ટાઉનશીપ મોરબી, અશ્વિન નથુભાઈ કૈલા રહે મોરબી અને રજની અરજણભાઈ હેરણીયા રહે નિકુંજ પાર્ક રવાપર રોડ મોરબી એમ પાંચ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપી હિતેશ અને રવિ પીપળી ગામે આવેલ એચ આર કેબલ ફેકટરીના ભાગીદાર હોવાથી ફરિયાદીએ કારખાનાનો સંપૂર્ણ હિસાબ અને વહીવટ સોપ્યો હતો ધંધાના હિસાબમાં ગોટાળા જણાતા ફરિયાદી અને તેમના પત્ની ભાગીદારીમાંથી છુટા થવા આરોપી હિતેશ કૈલાને જણાવતા આરોપીઓએ ફરિયાદી અને તેના પત્નીને વિશ્વાસમાં લઈને એચ આર કેબલ ફેકટરીના હિસાબના રોજમેળમાં પવનસુત એન્જીનીયરીંગના ખોટા હિસાબો દર્શાવી અને ભાગીદારી ડીડમાં ના હોય તેમ છતાં બે વ્યક્તિને ભાગીદાર દર્શાવી તેને છુટા કર્યાના રૂ ૧૬,૨૫,૦૦૦ નો હિસાબ દર્શાવી દીધો હતો
તેમજ પેઢીના નામે આરોપી હિતેશે નાણાની જરૂરિયાતના બહાને અલગ અલગ વ્યક્તિઓ પાસેથી ઉછીના રૂપિયા મેળવી તે રૂ ૫,૫૨,૫૦૦ વ્યાજ ચૂકવ્યાની એન્ટ્રી દર્શાવી, કારખાનાના વોચમેનને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી તેની પાસેથી કારખાનાની ચાવી જબરદસ્તી લઈને આરોપીઓએ આઈશર જીજે ૧૪ એક્સ ૭૦૭૬ અને કાર જીજે ૨૧ સીએ ૨૫૮૭ માં ફેકટરીમાં પડેલ રૂપિયા ૪૦ લાખનો માલસામાન, મશીનરી ભરી લઇ ગયા હતા અને પેઢીના ભાગીદારના નફાના રૂપિયા 9,૯૬,૫૪૩ સહીત કુલ રૂ ૮૧,૪૦,૯૮૫ અને પવનસુત ના ખોટા હિસાબો જે જાણવા મળેલ નથી તે રોજમેળમાં ખોટી એન્ટ્રી કરી દર્શાવી નાણા ઓલવી જઈને ભાગીદારીની તમામ મિલકતનો અપ્રમાણિક પણે ઉપયોગ કરી ઠગાઈ અને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી છે