R R Gujarat

મોરબીના નવી પીપળી ગામે ગળેફાંસો ખાઈ આધેડે આપઘાત કર્યો

મોરબીના નવી પીપળી ગામે ગળેફાંસો ખાઈ આધેડે આપઘાત કર્યો


નવી પીપળી ગામે રહેતા ૪૨ વર્ષીય આધેડે પોતાના ઘરે દોરડા વડે ગળેફાંસો ખાઈ આયખું ટુંકાવ્યું હતું બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
મોરબીના નવી પીપળી ગામે શાંતિનગરમાં રહેતા સંજયભાઈ પ્રવીણભાઈ રાજોડીયા (ઉ.વ.૪૨) નામના આધેડ ગત તા. ૦૩ ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર દોરડા વડે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી મૃતદેહ પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે અને આપઘાતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

મોરબીના બગથળા ગામે કપાસમાં છાંટવાની દવા પી લેતા યુવાનનું મોત
બગથળા ગામે વાડીમાં ૪૦ વર્ષીય યુવાન કપાસમાં છાંટવાની દવા પી લેતા મોત થયું હતું પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે
મોરબીના બગથળા ગામના રહેવાસી વાલજીભાઈ લક્ષ્મણભાઈ સરવૈયા (ઉ.વ.૪૦) નામના યુવાન ગત તા. ૦૩ ના રોજ વાડી સીમ વિસ્તારમાં કપાસમાં છાંટવાની દવા પી લેતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને બનાવની નોંધ કરી યુવાને ક્યાં કારણોસર દવા પીધી તે દિશામાં વધુ તપાસ ચલાવી છે