વજેપરના રહેણાંક મકાનમાં દરોડો કરી પોલીસે ઈંગ્લીશ દારૂની ૫૦ બોટલનો જથ્થો અને ટીવીએસ મોટરસાયકલ મળીને કુલ રૂ ૯૯,૨૪૦ નો મુદામાલ જપ્ત કર્યો છે બે આરોપીના નામો ખુલતા પોલીસે તપાસ હાથ ધરી છે
મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વજેપર શેરી નં ૧૧ માં રહેતા આરોપી હાર્દિક ઉર્ફે મદન પ્રભુભાઈ ગજરાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી મકાનમાંથી ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની ૫૦ બોટલ કીમત રૂ ૬૯,૨૪૦ નો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂનો જથ્થો અને બાઈક જીજે ૦૩ ડીજે ૫૦૧૦ કીમત રૂ ૩૦,૦૦૦ મળીને કુલ રૂ ૯૯,૨૪૦ નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે આરોપી હાર્દિક ગજરા અને અમિત મોહનભાઈ ભાનુશાળી એમ બે આરોપીના નામો ખુલતા વધુ તપાસ ચલાવી છે
