બેલા ગામની સીમમાંથી પોલીસે દેશી દારૂનો જથ્થો જપ્ત કરી ૨૭ હજારના મુદામાલ સાથે ચાર આરોપીને ઝડપી લીધા છે મહિલા આરોપીનું નામ ખુલતા વધુ તપાસ ચલાવી છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બેલા ગામની સીમમાં વોકળા પાસે બાતમીને આધારે રેડ કરી હતી સ્થળ પરથી દેશી દારૂ ૧૩૫ લીટર કીમત રૂ ૨૭,૦૦૦ ના જથ્થા સાથે આરોપી હરીશ મનુભાઈ મજીઠીયા, રાજ જગદીશભાઈ પંડ્યા, અર્જુન હીરાભાઈ ધોળકીયા અને ગોવિંદ ધીરૂભાઈ સુરેલા એમ ચારને ઝડપી લીધા છે મહિલા આરોપી ડીમ્પલ હિતેશ રાઠોડ રહે વિસીપરા મોરબી વાળીનું નામ અને મોબાઈલ નંબર ખુલતા વધુ તપાસ ચલાવી છે
