૧ ઓગસ્ટ સુધીના પોલીસ રિમાન્ડ મંજુર
મોરબીના બહુચર્ચિત વજેપર સર્વે નંબર ૬૦૨ જમીન કોભાંડમાં અગાઉ બે મહિલા સહીત ચાર આરોપીને cid ટીમે ઝડપી લીધા હતા જોકે મુખ્ય આરોપી ફરાર હતો જે આરોપીને cid ટીમે દિલ્હીથી ઝડપી લઈને આજે મોરબી કોર્ટમાં રજુ કરતા ૧ ઓગસ્ટ સુધીના પોલીસ રિમાન્ડ પર સોપવામાં આવ્યો છે
વજેપર સર્વે નંબર ૬૦૨ જમીન કોભાંડમાં પોલીસે અગાઉ હેતલ ભોરણીયા અને ભરત દેગામાંને ઝડપી લઈને જેલહવાલે કર્યા હતા અને CID ટીમ મોરબી ખાતે સતત તપાસ કરી રહી હોય વધુ બે આરોપીઓ શાંતાબેન પરમાર અને સાગર રબારીને ઝડપી લીધા હતા જોકે મુખ્ય આરોપી સાગર ફૂલતરીયા ચાર મહિના જેટલા સમયથી ફરાર હતો અને આરોપી દિલ્હી હોવાની માહિતીને આધારે cid ટીમે દિલ્હીથી આરોપીને ઝડપી લઈને મોરબી લાવ્યા હતા આજે કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજુ કરતા કોર્ટે તા. ૦૧ ઓગસ્ટ સુધીના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે
