R R Gujarat

વાંકાનેરના ઢૂવા નજીક ફેક્ટરીમાં છત પરથી પડી જતાં ઇજાગ્રસ્ત યુવાનનું મોત

વાંકાનેરના ઢૂવા નજીક ફેક્ટરીમાં છત પરથી પડી જતાં ઇજાગ્રસ્ત યુવાનનું મોત

 

ઢૂવા નજીક આવેલ કારખાનામાં કામ કરતી વેળાએ છત પરથી નીચે પડી જતાં 30 વર્ષના યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો જય સારવારમાં યુવાનનું મોત થયું હતું

મૂળ માળીયા હાટીના તાલુકાના અકાળા ગામે રહેતા રંજીતભાઈ જેન્તીભાઈ સોંદરવા હાલ ઢૂવા નજીક આવેલ વરમોરા ટાઇલ્સ ફેક્ટરીમાં કામ કરતાં હતા ત્યારે છત પરથી નીચે પડી જતાં માથા અને છાતીના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે મરણ ગયેલ જાહેર કર્યો હતો