R R Gujarat

વાંકાનેરના માટેલ રોડ પર ગળાના ભાગે કાતર ફેરવી, ઈજાગ્રસ્ત યુવાનનું મોત

વાંકાનેરના માટેલ રોડ પર ગળાના ભાગે કાતર ફેરવી, ઈજાગ્રસ્ત યુવાનનું મોત


ઓરિસ્સાના વતની પરપ્રાંતીય શ્રમિક વાંકાનેરના માટેલ રોડ પર પોતાની જાતે ગળાના ભાગે કાતર ફેરવી દીધી હતી ગંભીર ઈજા પહોંચતા યુવાનનું મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે


મૂળ ઓરિસ્સાના વતની અને હાલ વાંકાનેર માટેલ રોડ પર કોટેસર ગ્રેનાઈટ ફેક્ટરી પાસે રહેતા ચંદ્રમણીભાઈ દેબેનભાઈ બીરૂવા (ઉ.વ.૩૭) નામના યુવાને માટેલ રોડ પર પોતાના રહેણાંક મકાને પોતાની જાતે ગળાના ભાગે કાતર મારી દીધી હતી જેથી સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા જોકે સારવાર કારગત નીવડે તે પૂર્વે યુવાનનું મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે