માળીયા તાલુકાના મોટા ભેલાં ગામમાં રેડ કરી પોલીસે પાંચ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને રોકડ રૂ 11,980 જપ્ત કરી છે
માળીયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોટા ભેલાં ગામની ખરાવાડ પાછળ જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જય જાહેરમાં જુગાર રમત કાંતિલાલ ધરમશીભાઈ સરડવા, ખેંગાર મેરામ બરબચીયા, ચંદુલાલ દેવજી ખાંભળીયા, કરશન ભાગવનજી ખાંભળીયા અને શિવા શામજી ખાંભળીયા એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ 11,980 જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે