R R Gujarat

મોરબીના રોહીદાસપરામાં ૩૦૦ રૂપિયા બાબતે સાત શખ્શોનો પિતા-પુત્ર પર હુમલો

મોરબીના રોહીદાસપરામાં ૩૦૦ રૂપિયા બાબતે સાત શખ્શોનો પિતા-પુત્ર પર હુમલો


રોહીદાસપરામાં આંબેડકર ચોકમાં ૩૦૦ રૂપિયા લેવા બાબતે મહિલાઓ સહીત સાત ઇસમોએ પિતા અને પુત્ર પર હુમલો કરી લાકડી અને પાઈપ વડે માર મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી જાતી પ્રત્યે અપમાનિત કર્યાની ફરિયાદ નોંધાવી છે


મોરબીના વિસીપરા રોહીદાસપરામાં રહેતા શીવાભાઈ કેશુભાઈ સારેસા (ઉ.વ.૫૪) આરોપીઓ જયસુખ સાવરીયા, જયસુખભાઈના પત્ની ગુડીબેન, જયસુખના સાળા અરુણભાઈ, જયસુખના સાળાની પત્ની, જયસુખના સાસુ, જયસુખના સાળાની બાજુમાં રહે તે બહેન અને જયસુખના સાળાની બાજુમાં રહે છે તે ભાઈ એમ સાત આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી શીવાભાઈના પુત્ર અજયને આરોપી જયસુખ સાવરીયા પાસેથી ત્રણસો રૂપિયા માંગતો હોય અને દીકરાએ રૂપિયા પરત આપવા કહેતા સારું નહિ લાગતા સાતેય આરોપીઓએ લાકડી અને પાઈપ વડે ફરિયાદી શીવાભાઈ અને દીકરા અજયને માર મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને જાતી પ્રત્યે અપમાનિત કર્યાની ફરિયાદ નોંધાવી છે મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે