માધાપર વિસ્તારમાં નશાની હાલતમાં વૃદ્ધ સવારના સમયે જતાં હતા અને રોડ પર પડી જતાં માથાના ભાગે લાગતાં માથું ફૂટી જતાં મોત થયું હતું
મોરબીના માધાપર શેરી નં 12 ના રહેવાસી કિશોરભાઇ ધનજીભાઈ અદગામાં (ઉ. વ.64) ને ડાયાબિટીસ બીમારી હોય અને વહેલી સવારે દારૂના નશાની હાલતમાં પોતાના ઘરની બહાર થોડે દૂર શેરીના નાકા પાસે પડી જતાં માથાના ભાગે લાગતાં માથું ફૂટી જતાં લોહી નીકળી જતાં મોત થયું હતું મોરબી એ ડિવિજન પોલીસે બનાવની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે