R R Gujarat

મોરબીમાં દુકાન સામે રાખેલ ટેબલ લેવા બાબતે વૃદ્ધને ચાર ઇસમોએ માર માર્યો

મોરબીમાં દુકાન સામે રાખેલ ટેબલ લેવા બાબતે વૃદ્ધને ચાર ઇસમોએ માર માર્યો


મોરબીમાં દુકાન સામે રાખેલ ટેબલ લેવા બાબતે ચાર ઈસમોએ બાવાજી વૃદ્ધને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબીના શોભેશ્વર રોડ ભુવનેશ્વરી પાર્કના રહેવાસી ભાગવતદાસ સરજુદાસ રામાવત (ઉ.વ.૬૦) નામના વૃદ્ધ આરોપીઓ ભોજાભાઈ કરમણભાઈ ભરવાડ, મનીષ ભોજાભાઈ ભરવાડ અને રાણાભાઇ મલાભાઇ રાતડીયા અને અજાણ્યો ઇસમ એમ ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે જુના શોભેશ્વર રોડ પર જીલ્લા પંચાયત કચેરી નજીક આરોપી ભોજાભાઈની દુકાન સામે ફરિયાદી ભાગવતદાસે રાખેલ ટેબલ લેવા બાબતે ગાળો આપી લાકડી વડે આરોપીઓએ માર મારી ઢીકા પાટું મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી સીટી બી ડીવીઝન પોલીસે અજાણ્યા સહીત ચાર આરોપીઓ વિરુદ્ધ ફરીયાદ નોંધી તપાસ ચલાવી છે