R R Gujarat

મોરબીના આમરણ નજીક થાર ગાડીના ચાલકે આધેડને હડફેટે લઈને ઈજા પહોંચાડી

મોરબીના આમરણ નજીક થાર ગાડીના ચાલકે આધેડને હડફેટે લઈને ઈજા પહોંચાડી


આમરણ નજીક આવેલ મેલડી માતાજી મંદિર પાસે થાર ગાડીના ચાલકે પુરઝડપે કાર ચલાવી રાહદારી ૪૮ વર્ષીય આધેડને હડફેટે લીધા હતા અકસ્માતમાં આધેડને ઈજા પહોંચાડી થાર લઈને ચાલક નાસી ગયો હતો
કચ્છના રાપર તાલુકાના બાદલપર ગામે રહેતા બચુભાઈ હમીરભાઈ ભૂત (ઉ.વ.૪૮) થાર ગાડી જીજે ૩૭ એમ ૩૬૮૦ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૫ ના રોજ મોરબીના આમરણ ગામ નજીક મેલડી માતાજી મંદિર પાસે થાર ગાડીના ચાલકે પુરઝડપે ગાડી ચલાવી ફરિયાદી બચુભાઈ ભૂતને હડફેટે લઈને હાથ અને પગમાં ફ્રેકચર જેવી ઈજા કરી પોતાની થાર ગાડી લઈને કાર ચાલક નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે