કચ્છથી અમદાવાદ જતી ખાનગી બસના ચાલકને મુસાફરે બસ ધીમી ચલાવવાનું કહેતા બસ ચાલકે અન્ય મિત્રોને ફોન કરી બોલાવી મુસાફરને ઢીકા પાટું અને લાકડાના ડંડાથી માર મારી ઈજા કરી હતી માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
અમદાવાદના રહેવાસી રમેશભાઈ ભીખાભાઈ દાફડા (ઉ.વ.૩૨) નામના યુવાને આરોપી ખાનગી બસ ડ્રાઈવર અસ્લમ અને તેની સાથેના બીજા બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી રમેશભાઈ ગત તા. ૨૩ ના રોજ સાસુ કમળાબેન સાથે પવન ટ્રાવેલ્સની લક્ઝરી બસ નંબર એમપી ૪૪ ઝેડઈ ૯૯૯૯ માં કચ્છથી અમદાવાદ આવતા હતા અને રાત્રીના નવેક વાગ્યે મોરબી જીલ્લાના મલૈયા તાલુકાના હાઈવે પર સૌરાષ્ટ્ર ગાંઠિયા રથ નામની હોટલથી એકાદ કિલોમીટર આગળ પહોંચતા બસના ડ્રાઈવર અસ્લમને બસ ધીમી હંકારવાનું કહેતા બોલાચાલી કરી ઝઘડો કરી ગાળો આપી હતી અને તેના મિત્રોને ફોન કરી સૌરાષ્ટ્ર ગાંઠિયા રથ નામની હોટેલ ખાતે બોલાવ્યા હતા
જ્યાં હોટેલના વોશરૂમ પાસે ડ્રાઈવર અસ્લમ અને તેના મિત્રોએ લાતો તેમજ ગળદા પાટૂનો માર મારી તેમજ તેના મિત્રોએ લાકડાના ડંડાથી માર મારી શરીરે ઈજા કરી હતી માળિયા (મી.) પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે


