ખારચીયા ગામથી આમરણ જતાં રોડ પર ડબલસવારી બાઇકમાં બે ભાઈ જતાં હતા અને એક ટ્રક કન્ટેનર રોડ સાઇડમાં પાર્ક કરેલ હોય જેની પાછળ બાઇક અથડાતાં બાઇક ચાલકનું મોત થયું હતું પાછળ બેસેલ સગીર ભાઈને ઇજા પહોંચી હતી
મોરબી તાલુકાના નવા ખારચીયા ગામે રહેતા રમેશભાઈ રેવાભાઈ બોપલીયાએ બાઇક જીજે 10 બીઇ 1750 ચાલક સાહિલ રમેશભાઈ બોપલીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના કૌટુંબિક ભાઈ રમેશભાઈ કાનજીભાઇના દીકરા સાહિલે પોતાનું બાઇક ગત તા. ૧૨ એપ્રિલના રોજ સવારના ખારચીયા ગામથી આમરણ જતાં હનુમાન જયંતી હોવાથી હનુમાનજી મંદિરે પ્રસાદ કરવાની હોવાથી જતાં હતા
ફરિયાદીનો દીકરો આર્યન અને સાહિલ બંને બાઇકમાં જતાં હતા જે બાઇક સાહિલ ચલાવતો હતો અને આર્યન પાછળ બેઠો હતો રસ્તામાં હાઇવે પર ટ્રક કન્ટેનર જીજે ૧૨ એટી ૮૨૮૪ રોડ સાઈડમાં પાર્ક કર્યું હતું જેની પાછળ ડ્રાઈવર સાઈડમાં સાહિલે બાઇક ભટકાડી અકસ્માત કર્યો હતો જેમાં સાહિલને ગંભીર ઇજા પહોંચતા મોત થયું હતું અને ફરિયાદીના દીકરા આર્યન (ઉ. વ.૧૬) વાળાને ઇજા પહોંચી હતી