મોરબીના બહાદુરગઢ ગામના પાટિયા નજીક બંધ આઇસર પાછળ ડમ્પર ઘૂસી જતાં ડમ્પર ચાલક યુવાનનું મોત થયું હતું અકસ્માતના બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે
મોરબીના નવા સાદુલકાના રહેવાસી રવજીભાઈ રાયસંગભાઈ જજવાડિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીની દીકરો મુકેશ રવજી જજવાડિયા પોતાનું ડમ્પર જીજે 36 એક્સ 8084 લઈને જતો હતો ત્યારે મોરબી માળીયા હાઇવે પર બહાદુરગઢ ગામના પાટિયા પાસે આઇસર જીજે 14 જેડ 3018 બંધ પડ્યું હતું જેની પાછળ ડમ્પર ભટકાડી અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં ડમ્પર ચાલક મુકેશને ગંભીર ઇજા પહોંચતા સારવારમાં મોત થયું હતું