શ્રીજી ટ્રાવેલ્સ મોરબીની બસમાં સુરતથી ગાંજાનો જથ્થો મંગાવી ઓફિસેથી પાર્સલ લઈને પકડાઈ જતા ૨૦ કિલો ૨૪૫ ગ્રામ ગાંજો કીમત રૂ ૧.૧૨ લાખ અને મોબાઈલ સહિતના મુદામાલ સાથે આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો જે ndps કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને ૧૦ વર્ષની કેદની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે
ગત તા. ૦૫-૧૦-૨૦૧૯ ના રોજ આરોપી જુબેર અબ્દુલ મન્સૂરીએ આરોપી અહેમદ ઉર્ફે આમદો ઉર્ફે ભૂરો સતાર મેમણના કહેવાથી શ્રીજી ટ્રાવેલ્સ મોરબીની બસમાં સુરતથી ગાંજો મંગાવી પાર્સલ દિનેશભાઈ નામથી મંગાવ્યું હતું અને આરોપી જુબેર શ્રીજી ટ્રાવેલ્સ ઓફિસથી પાર્સલ મેળવી ૨૦ કિલો ૨૪૫ ગ્રામ ગાંજાનો જથ્થો કીમત રૂ ૧,૨૧,૪૭૦ અને એક મોબાઈલ સાથે ઝડપાયો હતો તેમજ અન્ય આરોપીઓ નાસ્તા ફરતા હતા સીટી એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લીધા હતા જે સ્પે. એન.ડી.પી.એસ કેસ મોરબીના સેશન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા જીલ્લાના સરકારી વકીલ વી સી જાનીએ કોર્ટમાં દસ્તાવેજી પુરાવા અને દલીલો રજુ કરી હતી
જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી અહેમદ ઉર્ફે આમદો ઉર્ફે ભૂરો સતાર મેમણને એન્ડીપીએસ એક્ટ ૧૯૮૫ ની કલમ ૨૦ (બી) સાથે વાંચતા કલમ ૨૯ મુજબના શિક્ષાપાત્ર ગુનામાં ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૫૦ હજાર દંડ ફટકાર્યો છે દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે