કેરાળા ગામના પાટિયા પાસે ટ્રકના ચાલક ચા પીવા રોકાયા હતા અને રોડ ક્રોસ કરતાં હતા ત્યારે કારના ચાલકે ટ્રક ચાલકને ઠોકર મારી હતી જે અકસ્માતમાં ઇજા પહોંચાડી કાર ચાલક નાસી ગયો હતો
મોરબીના યમુનાનગરમાં રહેતા સતીશભાઈ બચુભાઈ બાવડાએ કાર જીજે 36 એસી 5457 ના ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી સતીશ પોતાનો ટ્રક લઈને મોરબીથી સુરત જતાં હતા અને વાંકાનેરના કેરાળા ગામના પાટિયા પાસે પહોંચતા ટ્રક સાઈડમાં રાખી ચા પાણી પીવા માટે જતાં હતા રોડ ક્રોસ કરતી વખતે ચોટીલા બાઉન્ડ્રી બાજુથી આવતી કારના ચાલકે ફરિયાદીને ઠોકર મારતા રોડ પર પડી ગયા હતા ફરિયાદી સતીશને પગમાં ફ્રેકચર જેવી ઇજા અને માથાના ભાગે હેમરેજ જેવી ગંભીર ઇજા પહોંચાડી કાર ચાલક નાસી ગયો હતો વાંકાનેર સિટી પોલીસે ફરીયાદને આધારે વધુ તપાસ ચલાવી છે