મચ્છુ ૨ ડેમના પાણીમાં ૩૩ વર્ષનો યુવાન પડી જતા ફાયર ટીમના તરવૈયાઓએ મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે
મોરબીના લખધીરપુર રોડ પર આવેલ કોરલ ગોલ્ડ સિરામિકમાં રહીને કામ કરતા રાજકુમાર નારાયણભાઈ વનવાસી (ઉ.વ.૩૩) નામના યુવાન કેનાલ પર અકસ્માતે પડી ગયા હતા યુવાનનો મૃતદેહ મચ્છુ ૨ ડેમ જોધપર પાસે પાણીમાંથી મળી આવ્યો હતો મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે
