ઊંચી માંડલ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ વાળા રસ્તેથી 25 વર્ષીય યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
મૂળ ઉત્તરપ્રદેશના વતની હાલ ઊંચી માંડલ નજીક સિમેરો સિરામિકની લેબર કોલોનીમાં રહેતો અજય રાજકુમાર બંસલ (ઉ. વ.25) વાળનું કોઈ કારણોસર મોત થયું હતું યુવાનનો મૃતદેહ કેનાલ તરફ જતાં કાચા રસ્તેથી મળી આવ્યો હતો મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે