R R Gujarat

હળવદમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી ૧૫ વર્ષે સુરેન્દ્રનગરના નરાળી ગામેથી ઝડપાયો

હળવદમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી ૧૫ વર્ષે સુરેન્દ્રનગરના નરાળી ગામેથી ઝડપાયો

હળવદ તાલુકામાંથી સગીરાનું અપહરણ કરી ગયેલ ઇસમને ૧૫ વર્ષે એન્ટી હુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે સુરેન્દ્રનગર જીલ્લાના નરાળી ગામની સીમમાંથી ઝડપી લઈને ભોગ બનનારને શોધી કાઢવામાં સફળતા મળી છે

મોરબી જીલ્લામાંથી અપહરણ અને ગુમ થયેલ બાળકોને શોધી કાઢવા એન્ટી હુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમ કાર્યરત હોય દરમિયાન હળવદ પોલીસ મથકમાં વર્ષ ૨૦૧૧ માં સગીરા અપહરણની ફરિયાદ નોંધાઈ હતી જે અપહરણનો આરોપી અને ભોગ બનનાર હાલ સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકન નરાળી ગામની સીમમાં રહેતા હોવાની બાતમી મળતા ટીમે નરાળી ગામની સીમમાં તપાસ ચલાવી હતી જ્યાં આરોપી ગીરધર ઉર્ફે ગીધાભાઈ લાભુભાઈ કોળી રહે નરાળી તા. ધ્રાંગધ્રા વાળાને ઝડપી લઈને ભોગ બનનારને શોધી કાઢી આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ મથકને સોપવામાં આવ્યા છે