R R Gujarat

મોરબી-પાટણમાં પ્રોહિબિશન ગુનામાં વોંટેડ આરોપીને રવિરાજ ચોકડી પાસેથી દબોચી લીધો

મોરબી-પાટણમાં પ્રોહિબિશન ગુનામાં વોંટેડ આરોપીને રવિરાજ ચોકડી પાસેથી દબોચી લીધો

 

મોરબી જિલ્લાના બે અને પાટણ જિલ્લાના એક ગુનામાં નાસતા ફરતા વોંટેડ આરોપીને મોરબી રવિરાજ ચોકડી પાસેથી દબોચી લઈને એલસીબી ટીમે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડ ટીમ નાસતા ફરતા આરોપીને જડપી લેવા કાર્યરત હતી ત્યારે બાતમી મળી હતી કે મોરબી  તાલુકા પોલીસ મથકમાં પ્રોહિબિશન ગુનામાં આરોપી જમારામ ઉર્ફે જગારામ જેઠારામ પ્રજાપતિ વાળો હાલ રવિરાજ ચોકડી પાસે હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી આરોપીને દબોચી લીધો હતો જે આરોપી મોરબી જિલ્લાના બે અને પાટણ જિલ્લાના સમી પોલીસ મથકમાં એક એમ કુલ ત્રણ ગુનામાં સંડોવાયેલ હતો જેને જડપી લઈને આગળની કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસને સોંપવામાં આવ્યો છે