R R Gujarat

મોરબીના રંગપર નજીક કારમાંથી દારૂની ૩ બોટલ સાથે આરોપી ઝડપાયો

મોરબીના રંગપર નજીક કારમાંથી દારૂની ૩ બોટલ સાથે આરોપી ઝડપાયો


રંગપર નજીકથી કારમાં દારૂની ૦૩ બોટલ લઇ જતા ઈસમને એલસીબી ટીમે ઝડપી લઈને કાર અને દારૂ સહીત ૫ લાખથી વધુનો મુદામાલ કબજે લીધો છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રંગપર ગામના બસ સ્ટેન્ડ પાસેથી કાર જીજે ૩૬ એપી ૪૫૩૭ શંકાસ્પદ લાગતા તલાશી લીધી હતી કારમાંથી દારૂની ૦૩ બોટલ કીમત રૂ ૩૯૦૦ મળી આવતા પોલીસે દારૂ અને કાર કીમત રૂ ૫ લાખ સહીત કુલ રૂ ૫,૦૩,૯૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી ગજાનંદ ભરત મહંતો (ઉ.વ.૩૦) રહે રંગપર ગામ મૂળ બિહાર વાળાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે