R R Gujarat

મોરબીના ખાખરાળા ગામે યુવાનની હત્યા કરનાર આરોપી ઝડપાયો

મોરબીના ખાખરાળા ગામે યુવાનની હત્યા કરનાર આરોપી ઝડપાયો

 

ખાખરાળા ગામમાં બંદૂક વડે ફાયર કર્યા બાદ ફાયર નહીં થતાં છરીના ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી યુવાનનું મોત નિપજાવી હત્યા કરી હતી જે હત્યાનો આરોપી ગુનો આચરી નાસી ગયો હતો જે આરોપીને અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેશન ખાતેથી દબોચી લેવામાં સફળતા મળી છે

ગત તા. 01 ના રોજ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી કે ફરિયાદીના દીકરા કિશનભાઈને આરોપી કોઈ કારણોસર રાગ દ્વેષ રાખી મારી નાખવાના ઇરાદે બંદૂક વડે ફાયરિંગ કર્યું હતું પરંતુ ફાયર ના થતાં છરીના ઘા મારીને હત્યા કરી હતી મોરબી તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી જોકે આરોપી નાસી ગયો હોવાથી અલગ અલગ ટીમો બનાવી વિવિધ દિશામાં તપાસ હાથ ધરી હતી

ફરાર આરોપી મૂળુંભાઈ ઉર્ફે સાગર આયદાન ડાંગર (ઉ. વ.33) રહે સાતનાં સોસાયટી નાની વાવડી મૂળ રહે ખાખરાળા વાળો અમદાવાદ ગીત મંદિર બસ સ્ટેશન ખાતે આવવાનો હોવાની બાતમી મળતા ટીમે વોચ ગોઠવી હતી અને આરોપીને ઝડપી લઈને કાયદેસર અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે