માળિયા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ગુનામાં ત્રણ માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી લઈને પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ઈંગ્લીશ દારૂના ગુનામાં નાસતો ફરતો લીસ્ટેડ આરોપી બહાદુરસિંગ મોહનસિંગ રાવતનું કોર્ટ તરફથી વોરંટ મેળવી આરોપીને પકડવા ટીમ કાર્યરત હોય દરમિયાન આરોપી બહાદુરસિંહ રાવત હાલ માળિયા આરામ હોટેલ પાસે હોવાની બાતમી મળતા ટીમે સ્થળ પરથી આરોપીને ઝડપી લીધો હતો જે ઇસમ પ્રોહીબીશન ગુનામાં ત્રણ માસથી નાસતો ફરતો હતો તેમજ અગાઉ મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનામાં ઝડપાઈ ચુક્યો છે
