મોરબી સિરામિક એકમમાં પત્નીને મોતને ઘાટ ઉતારી ફરાર થયેલા આરોપી પતિને બી ડીવીઝન પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં હત્યાની ફરિયાદ નોંધાઈ હતી કે ફરિયાદીની ફૈબાની દીકરી બિંદાબેન રહે મોરબી ઘૂટું રોડ આઇકોન સીર્મૈક વાળાને આરોપી પતિ કાનાભાઈ પ્યારસિંગ કકરીયાભાઈ બારેલા (ઉ.વ.૩૫) વાળાએ ચારિત્ર્ય અંગે શંકા કરી હથિયાર વડે માથા અને મોઢાના ભાગે ઈજા કરી હત્યા કરી હતી મોરબી બી ડીવીઝન પોલીસે હત્યાની ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી અને ફરાર થયેલા આરોપી પતિ કાનાભાઈ ઉર્ફે પ્યારસિંગ બારેલાને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે


