વાંકાનેર સીટી પોલીસ મથકમાં ચોરીના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો આરોપી ખેડા જીલ્લાથી ઝડપાયો હતો મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા સ્પેશ્યલ ડ્રાઈવ અંતર્ગત પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર સીટી પોલીસ મથકમાં ચોરીના ગુનામાં આરોપી કલ્યાણસિંગ અર્જુનસિંગ રાવત રહે અજમેર રાજસ્થાન વાળો હાલ ખેડા જીલ્લાના ગોબલેજ ગામની સીમમાં સેડોફલેક્ષ પાર્કના પાર્કિંગમાં હોવાની બાતમી મળતા ટીમને ખેડા જીલ્લા રવાના કરી હતી અને આરોપી કલ્યાણસિંગ અર્જુનસિંગ રાવત (ઉ.વ.૩૧) વાળાને ગોબલેજ ગામની સીમમાંથી ઝડપી લઈને આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર સીટી પોલીસ મથકને સોપવામાં આવ્યો છે ઝડપાયેલો આરોપી ચાર વર્ષથી નાસતો ફરતો હતો જેને ઝડપી લેવામાં ટીમને સફળતા મળી છે


