લાતી પ્લોટમાં રહેતા આરોપીના મકાન પાસે રેડ કરી પોલીસે ઇંગ્લિશ દારૂની 11 બોટલનો જથ્થો જપ્ત કર્યો હતો જ્યારે આરોપી પોલીસને જોઈને નાસી ગયો હતો જેથી વધુ તપાસ ચલાવી છે
મોરબી સિટી એ ડિવિજન પોલીસ ટીમે બાતમીને આધારે લાતી પ્લોટ શેરી નં 11 જોન્સનગર ઢાળિયાં પાસે રહેતા ઈમરાન ઉર્ફે નાનકો સલીમ કટિયાના મકાન પાસે રેડ કરી હતી જ્યાં સ્થળ પરથી દારૂની 11 બોટલ કિમત રૂ 7700 નો મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો પોલીસને જોઈને આરોપી ઈમરાન કટિયા નાસી ગયો હતો જેથી ફરાર આરોપીને જડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે