ટંકારા તાલુકાના લજાઈ નજીક આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી અને તેને મદદગારી કરનાર આરોપી એમ બંનેને ઝડપી લઈને ટંકારા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
ટંકારા પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી જેમાં સગીરાને આરોપી ભાવેશ વરશીભાઈ ચાવડા રહે કોટડીયા તા. જામ ખંભાલીયા વાળો લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી ભગાડી લઇ ગયો હતો જે અપહરણની ફરિયાદ નોંધી ટંકારા પોલીસે તપાસ ચલાવી હતી જેમાં ભોગ બનનારને ભગાડી આરોપી રાજસ્થાનના પાલી જીલ્લાના ખીવાડા ગામે લઇ ગયો છે ત્યાં મજુરી કામ કરતો હોવાની બાતમી મળી હતી જેથી ટીમને રાજસ્થાન રવાના કરી હતી જ્યાંથી આરોપી ભાવેશ ચાવડાને ઝડપી લીધો હતો તેમજ ભગાડી જવામાં મદદગારી કરનાર ગોરધન ઉર્ફે રાહુલ પ્રવીણ ચાવડા રહે કોટડીયા જામ ખંભાલીયા વાળાનં નામ ખુલતા સહ આરોપીને જામનગર ખાતેથી ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે