R R Gujarat

ટંકારાના તલાટી મંત્રીએ રિસોર્ટ બુકિંગના નામે રૂ ૫૦,૦૦૦ ગુમાવ્યા

ટંકારાના તલાટી મંત્રીએ રિસોર્ટ બુકિંગના નામે રૂ ૫૦,૦૦૦ ગુમાવ્યા


ટંકારા રહેતા તલાટી મંત્રીએ રિસોર્ટમાં રોકાણ માટે બુકિંગ કરાવવા રિસોર્ટમાં સુવિધાના પેકેજની લોભામણી લાલચ આપી રૂ ૫૦,૦૦૦ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા બાદ રકમ પરત નહિ આપી છેતરપીંડી આચરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે
મૂળ રાજકોટના રહેવાસી હાલ ટંકારા રહેતા તલાટી મંત્રી રવિકુમાર કિશોરભાઈ ગોસાઈએ મો નં ૬૩૫૯૧ ૫૭૫૧૯ ના ધારક (૨) મો.નં-૯૫૮૬૬ ૦૦૧૩૮ ના ધારક (૩) મો.નં-૧૮૦૦૨૬૮૦૧૦૨ ના ધારક (૪) કોટક મહીન્દ્રા બેન્ક ખાતા નં 9349478327 ના ધારક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓએ HORIVEN RESORTS નામ આપી ભારતમાં પાંચ વર્ષ સુધી કુલ ૨૫ રાત્રી રોકાણ અને જમવાની હોટેલ/રિસોર્ટમાં સુવિધા આપવાના પેકેજની લોભામણી લાલચ આપી ગત તા. ૦૯-૦૨-૨૦૨૫ થી જુલાઈ ૨૦૨૫ સુધી રવિકુમારનો વિશ્વાસ અને ભરોસો કેળવી બેંક ખાતામાંથી રૂ ૫૦ હજાર કોટક મહિન્દ્રા બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા અને બાદમાં રૂપિયા આજદિન સુધી પરત નહિ આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે