લતીપર ચોકડી ઓવરબ્રિજ ખાતે કાર અને ટ્રક અથડાયા હતા જે અકસ્માતમાં કારના દરવાજાને નુકશાન તેમજ ટાયર રિંગ તૂટી જતાં નુકશાની થઈ હતી બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી છે
પડધરી તાલુકાના દહીસરડા ગામના રહેવાસી રજનીશ દામજીભાઈ ધમાસણાએ ટ્રક જીજે 12 બીએક્સ 5732 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 06 ના રોજ સવારના સમયે ફરિયાદી પોતાની કાર જીજે 03 એચઆર 1073 લઈને લતિપર ચોકડી ઓવરબ્રિજ છેડા પાસેથી જતાં હતા ત્યારે ટ્રક ચાલકે ગાડીને હડફેટે લીધી હતી જેમાં કારના બંને દરવાજા અને આગળના ટાયરમાં નુકશાન કરી ટ્રક લઈને ચાલક નાસી ગયો હતો ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે