R R Gujarat

ટંકારા ખીજડીયા ચોકડીએ કાર-બાઇક અથડાતાં યુવાનને ઇજા 

ટંકારા ખીજડીયા ચોકડીએ કાર-બાઇક અથડાતાં યુવાનને ઇજા 

 

ખીજડીયા ચોકડીએ શાકભાજી લેવા જતી વખતે 36 વર્ષીય યુવાનના બાઇકને કાર ચાલકે ટક્કર મારી હતી જે અકસ્માતમાં યુવાનને ઇજા પહોંચતા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે

ટંકારાના બંગાવડી ગામના રહેવાસી જિતેન્દ્રકુમાર કરશનભાઇ પડાયા (ઉ. વ.36) કાર જીજે 36 એએલ 8191 ના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે ગત તા. 08 એપ્રિલના રોજ ખિજડીયા ચોકડીએ શાકભાજી લેવા જતાં હોય ત્યારે રોડ ક્રોસ કરતી વખતે કાર ચાલકે ફરિયાદીના બાઇકને હડફેટે લેતા જિતેન્દ્રકુમારને પગમાં ગંભીર ઇજા કરી તેમજ શરીરે મૂઢ ઇજા કરી હતી ટંકારા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે