R R Gujarat

મોરબીની જનકપૂરી સોસાયટીમાં પોલીસને જાણ કર્યાની શંકા રાખી યુવાનને છરીના ત્રણ ઘા ઝીક્યા

મોરબીની જનકપૂરી સોસાયટીમાં પોલીસને જાણ કર્યાની શંકા રાખી યુવાનને છરીના ત્રણ ઘા ઝીક્યા


જનકપૂરી સોસાયટીમાં રહેતા યુવાને પોલીસને જાણ કરી હોવાની શંકા અને ખાર રાખી ચાર ઇસમોએ યુવાનને છરી વડે ત્રણ ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી સીટી બી ડીવીઝન પોલીસે ફરીયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબી નેશનલ હાઈવે જનકપૂરી સોસાયટીના રહેવાસી મનોજભાઈ ઉર્ફે શાનીભાઈ બળદેવભાઈ સોલંકી (ઉ.વ.૪૦) આરોપીઓ પાર્થ અમિતભાઈ અને અમિતભાઈ બંને જનકપૂરી સોસાયટી અને બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી અમિતભાઈ અગાઉ હથિયારના ગુનામાં પકડાયો હતો અને ફરિયાદી મનોજભાઈએ પોલીસમાં જાણ કર્યાની શંકા હોવાથી તેનો ખાર રાખી ફરિયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ધોકા વડે માર માર્યો હતો અને ફોન કરી બે અજાણ્યા ઇસમોને બોલાવ્યા હતા જેને ગાળો આપી છરી વડે ત્રણ ઘા મારી ઈજા કરી હતી મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બે અજાણ્યા ઈસમો સહીત ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે