R R Gujarat

મોરબીમાં પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા તળે સુરત જેલહવાલે

મોરબીમાં પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા તળે સુરત જેલહવાલે


પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઇસમ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી દરખાસ્ત મંજુર થતા બી ડીવીઝન પોલીસે આરોપીને પાસા તળે ડીટેઈન કરી સુરત જેલહવાલે કરાયો છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ દ્વારા પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ આરોપી નિજામ ઉર્ફે નિજો હૈદર જેડા રહે મોરબી વિસીપરા મદીના સોસાયટી વાળા વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીને મોકલતા પાસા વોરંટ ઈશ્યુ કર્યું હતું જેથી બી ડીવીઝન પોલીસ ટીમ બનાવી નિજામ ઉર્ફે નિજો હૈદર જેડા (ઉ.વ.૩૨) વાળાને પાસા એક્ટ તળે ડીટેઈન કરી સુરત જેલ હવાલે કરવામાં આવ્યો છે