R R Gujarat

મોરબીના ફાટસર ગામે મગજની બીમારીથી કંટાળી આધેડનો આપઘાત

મોરબીના ફાટસર ગામે મગજની બીમારીથી કંટાળી આધેડનો આપઘાત


ફાટસર ગામે રહેતા ૫૫ વર્ષના આધેડ વર્ષોથી માનસિક બીમારી અને આચકીના રોગથી પીડાતા હતા જે બીમારીથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો
મોરબીના ફાટસર ગામના રહેવાસી રમેશભાઈ પેથાભાઈ પરમાર (ઉ.વ.૫૫) નામના આધેડ ગત તા. ૦૧ ના રોજ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવને પગલે મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ ચલાવી હતી પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક રમેશભાઈ સાત આઠ વર્ષથી મગજની બીમારીથી પીડાતા હતા તેમજ ક્યારેક આચકી આવતી હતી જેની દવા ચાલુ હતી અને બીમારીથી કંટાળી પોતાની જાતે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું ખુલ્યું છે