મકનસર ગામે આવેલ સ્મશાનમાં ઝાડની ડાળી સાથે ચુંદડી વડે ગળેફાંસો ખાઈ ૬૨ વર્ષના વૃદ્ધે આપઘાત કર્યો હતો મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
મૂળ દેપરા થાનગઢ હાલ મકનસર ગામે રહેતા શંકરભાઈ સવાભાઇ સત્રોટીયા (ઉ.વ.૬૨) નામના વૃદ્ધ ગત તા. ૧૮ ના રોજ મકનસર ગામના સ્મશાનમાં ઝાડની ડાળી સાથે ચુંદડી વડે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે મોરબી તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે


