R R Gujarat

મોરબીના કાલિકાનગર ગામની સીમમાંથી દેશી દારૂની ૦૪ ભઠ્ઠી ઝડપાઈ

મોરબીના કાલિકાનગર ગામની સીમમાંથી દેશી દારૂની ૦૪ ભઠ્ઠી ઝડપાઈ


કાલિકાનગર ગામની સીમમાં આવેલ હનુમાનજી મંદિર પાસે પાણીના વોકળા પાસે ધમધમતી દેશી દારૂની ૦૪ ભઠ્ઠી ઝડપી લઈને પોલીસે ૭૬,૪૦૦ નો મુદામાલ કબજે લીધો છે બે આરોપીના નામો ખુલતા પોલીસે વધુ તપાસ ચલાવી છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કાલિકાનગર ગામની સીમમાં બાતમીને આધારે રેડ કરી હતી પાણીના વોકળા પાસેથી દેશી દારૂની ૦૪ ભઠ્ઠી ઝડપી લીધી હતી અલગ અલગ ચાલુ રાખેલ ચારેય ભઠ્ઠીમાં રહેલ ૬૦૦ લીટર ગરમ આથો કીમત રૂ ૧૨,૦૦૦ દેશી દારૂ બનાવવાનો ઠંડો આથાથી ભરેલ ૨૦૦ લીટરના બેરલ નંગ ૦૫ ઠંડો લીટર ૧૦૦૦ કીમત રૂ ૨૦,૦૦૦ દેશી દારૂ ૬૦ લીટર કીમત રૂ ૧૨,૦૦૦ તેમજ ગેસના ચુલા, ટીનનં બકડીયુ, નળી અને ગેસના બાટલા સહીત કુલ રૂ ૭૬,૪૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે રેડ દરમિયાન આરોપી નીલેશ બચુભાઈ ભોજવીયા અને સુરેશ જગાભાઇ કોળી રહે બંને કાલિકાનગર તા. મોરબી વાળા હાજર મળી આવ્યા ના હોય જેથી પોલીસે વધુ તપાસ ચલાવી છે